ડિજિટલ પેમેન્ટનો નિયમ બદલાયો: હવે ફરજિયાત થશે 2-ફેક્ટર ચકાસણી!

Digital Payment Rule ડિજિટલ પેમેન્ટનો નિયમ બદલાયો: હવે ફરજિયાત થશે 2-ફેક્ટર ચકાસણી!

Digital Payment Rule: ડિજિટલ પેમેન્ટ આજે દરેકના જીવનનો ભાગ બની ગયો છે. મોબાઇલથી બિલ ભરવાનું હોય કે ઓનલાઇન શોપિંગ કરવું હોય, લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધારે પ્રાધાન્ય આપે છે. પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ ઘણીવાર છેતરપિંડીના કેસો સામે આવતા રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ પડશે.

શું છે નવો નિયમ ?

નવા નિયમ મુજબ દરેક ડિજિટલ પેમેન્ટમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication) ફરજિયાત રહેશે. એટલે કે, કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકને ઓછામાં ઓછા બે અલગ-અલગ સુરક્ષા ચકાસણીમાંથી પસાર થવું પડશે.
આમાં પાસવર્ડ, પિન, SMS આધારિત OTP, હાર્ડવેર ટોકન, સોફ્ટવેર ટોકન, ફિંગરપ્રિન્ટ અથવા અન્ય બાયોમેટ્રિક ઓપ્શનનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે એક ફેક્ટર હંમેશા ડાયનેમિક હોવો જોઈએ, જે ફક્ત તે જ ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે.

ગ્રાહકોને શું ફાયદો થશે ?

આ નિયમથી ગ્રાહકોને સૌથી મોટો ફાયદો સુરક્ષા વધારાનો મળશે. જો બેંક અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરની બેદરકારીને કારણે છેતરપિંડી થાય છે તો ગ્રાહકને સંપૂર્ણ રિફંડ મળશે. સાથે જ, વ્યવહારના પ્રકાર, લોકેશન અને ડિવાઇસ આધારિત વધારાની ચકાસણી પણ થઈ શકશે.

ક્યાં મળશે છૂટછાટ ?

RBIએ કેટલાક નાના ટ્રાન્ઝેક્શનને આ નિયમમાંથી છૂટ આપી છે.

  • નાના મૂલ્યના કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટ
  • રિકરિંગ ઓટો-પેમેન્ટ્સ (જેમ કે OTT અથવા મોબાઇલ રિચાર્જ)
  • ગિફ્ટ કાર્ડ અને પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
  • NETC ટોલ કલેક્શન
  • નાના મૂલ્યના ઓફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ
  • કોર્પોરેટ ટ્રાવેલ બુકિંગ (GDS/IATA)

સાથે જ, 1 ઓક્ટોબર 2026થી કાર્ડ ઇશ્યુઅર્સને ચોક્કસ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે પણ બે-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવું પડશે.

અંતિમ શબ્દ

આ નવા નિયમો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે. ગ્રાહકો માટે આ બદલાવ જરૂરી છે કારણ કે આજના સમયમાં ઓનલાઇન છેતરપિંડી ઝડપથી વધી રહી છે.

Read more-માસિક રાશિફળ ઑક્ટોબર 2025: આ 5 રાશિઓ પર વરસશે ધનલક્ષ્મીની કૃપા, જાણો તમારું ફળફળાટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top