Shani Margi 2025: હિંદુ જ્યોતિષમાં શનિ દેવને ન્યાયના દેવતા તથા કર્મફળદાતા માનવામાં આવે છે. હાલમાં શનિ દેવ મીન રાશિમાં વક્રી ગતિ કરી રહ્યા છે અને 28 નવેમ્બર 2025ના રોજ માર્ગી થશે. લગભગ 138 દિવસ ચાલતી આ વક્ર ગતિ પછી જ્યારે શનિ માર્ગી બનશે ત્યારે તેનો સીધો પ્રભાવ કેટલાક રાશિ પર જોવા મળશે. ખાસ કરીને મેષ, મીન અને કુંભ રાશિના જાતકોએ આવતા ચાર મહિના સાવધાની રાખવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો હાલ સાડાસાતિમાંથી પસાર થઈ રહ્યા છે. શનિ માર્ગી થતા આ સમયગાળામાં મિશ્ર પરિણામ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વધારાની મહેનત કરવાની રહેશે અને નોકરી સંબંધિત દબાણ વધી શકે છે. પરિવાર સાથે મતભેદ થવાની શક્યતા છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, નહિતર આર્થિક નુકસાન થઈ શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલો હોઈ શકે છે. માનસિક તણાવ, ખર્ચામાં વધારો અને દેવું વધવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતમાં બેદરકારી રાખશો તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પારિવારિક જીવનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સમયગાળામાં ધ્યાન, સકારાત્મક વિચારો અને સ્વસ્થ જીવનશૈલી જાળવવી લાભદાયી રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિ માટે પણ હાલનો સમય કઠિન સાબિત થઈ શકે છે. શનિ સાડાસાતિના કારણે નોકરીમાં વધારાની મહેનત કરવી પડશે. વ્યવસાય કરતા લોકોને નાણાકીય વ્યવહારોમાં સાવચેત રહેવું પડશે. પરિવારના વડીલોની તબિયત અંગે ચિંતા થઈ શકે છે, તેથી સમયસર સારવાર લેવી જરૂરી છે.
ઉપાય અને સલાહ
આ સમયગાળામાં આ ત્રણેય રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવું, શાંતિ જાળવવી અને આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો શનિ મંત્રનું જાપ કરવો, દાન પુણ્ય કરવું અને ગરીબોને મદદ કરવી શુભ પરિણામ આપી શકે છે.
Disclaimer: આ લેખ જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. જીવનમાં કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.
Read more-October Festival List 2025: ઓક્ટોબરમાં ક્યારે છે દશેરા, દિવાળી, કરવા ચોથ અને છઠ ? જુઓ સંપૂર્ણ યાદી